Corona Update: દેશમાં સતત ઘટી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો લેટેસ્ટ કોરોના અપડેટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 47,638 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 84,11,724 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 47,638 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 84,11,724 પર પહોંચ્યો છે. જેમાંથી 5,20,773 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 77,65,966 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ચૂક્યા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 670 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 1,24,985 થયો છે.
With 47,638 new #COVID19 infections, India's total cases surge to 84,11,724. With 670 new deaths, toll mounts to 1,24,985.
Total active cases are 5,20,773 after a decrease of 7,189 in last 24 hrs.
Total cured cases are 77,65,966 with 54,157 new discharges in the last 24 hrs. pic.twitter.com/iTi5fIh5Sw
— ANI (@ANI) November 6, 2020
ભારતમાં ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે છે કોરોના વેક્સિન
દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. વિશ્વના દરેક લોકો કોરોના વાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે. આઇસીએમઆર સાથે જોડાયેલા એક સીનિયર ભારતીય વૈજ્ઞાનિકે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે, વર્ષ 2021ના ફેબ્રુઆરી સુધી ભારતમાં કોરોના વેક્સિન લોન્ચ થઈ શકે છે. ભારત બાયોટેક એક ખાનગી કંપની છે જે સરકાર દ્વારા સંચાલિત આઇસીએમઆરની સાથે COVAXINને વિકસિત કરી રહી છે. જેને આગામી વર્ષ બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની આશા કરી હતી. કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા આઇસીએમઆરના સીનિયર વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યુ કે, વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે. આશા છે કે આગામી વર્ષની શરૂઆત કે ફેબ્રુઆરી વધુમાં વધુ માર્ચ સુધી આ વેક્સિનને લોન્ચ કરી દેવામાં આવશે.
પરંતુ સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ફેબ્રુઆરીમાં લોન્ચ થનારી COVAXIN ના દાવાને લઈને ભારત બાયોટેલ કંપની સાથે સંપર્ક થઈ શક્યો નથી. આઇસીએમઆર સાથે જોડાયેલ રજની કાંતે આગળ તે પણ કહ્યુ કે, તે નક્કી કરવું સ્વાસ્થ્ય મંત્રાલય પર નિર્ભર રહેશે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત થતા પહેલા પણ લોકોને COVAXINની રસી આપી શકાય છે કે નહીં. તેમણે કહ્યુ કે, COVAXINના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો જાનવરોમાં કરવામાં આવ્યા જે સંપૂર્ણ રીતે પ્રભાવિત અને સુરક્ષિત રહ્યા, પરંતુ જ્યાં સુધી ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી અમે 100 ટકા કોરોનાની વેક્સિન આપવાનું નક્કી ન કરી શકીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે